Friday, 9 March 2018

આપ સૌનું સ્વાગત છે 
વણકર સમાજ અત્યારે સફળતાની દિશામાં ઉત્તરોત્તર પ્રગતી કરી રહ્યો છે. કોઈકે અભ્યાસમાં, કોઈકે ઉચ્ચ પદવીમાં, કોઈકે નોકરીમાં તો કોઈકે ધંધામાં સારી સફળતા મેળવીને સમાજનો માન અને મોભો વધાર્યો છે. પરંતુ હજીપણ આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક નાની-મોટી કૌટુંબિક બાબતોને લીધે ભાઈચારો ઘટી રહ્યો છે. પોતાનું ભવિષ્ય તો આપણે બનાવી લીધું. પણ, 
૧.શું આપણા બાળકો ને માન અપાવવા માટે આપણે કટીબદ્ધ છીએ?

૨.સમાજની એકતા ન ટકવા માટે આપણે પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છીએ.

૩.આપણા બાળકને કે વડીલને કોઈ અન્ય સમાજ માન આપવા આવશે ખરું ?

સત્યને સમજો એકજૂથ થાઓ. પોતાને અને પોતાના સમાજને મદદરૂપ બનો.   

તમારી, તમારા પરિવારની સિદ્ધિઓ સાથેની માહિતી અમને મોકલી આપશો. અમે આ બ્લોગ દ્વારા તેને સમાજનું ગૌરવ વાળા પેજ પર મુકીશું.
આ બ્લોગ પર નવા સુધારા વધારા કરવા માટે નીચેના ઈ-મેઈલ પર અથવા વોટ્સ એપ દ્વારા 6358747785 મોબાઈલ પર સંપર્ક કરી શકો છો.

135patanvadavankarsamaj@gmail.com




આ સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ જ મારો મુખ્ય ધ્યેય છે.
જય ભીમ, જય ભારત